Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ...
વલસાડ: વલસાડ સાંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશનની મુલાકાત
માનનીય સાંસદશ્રી ધવલભાઈ પટેલે વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત કરીને મુસાફરોને મદદરૂપ તમામ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ ઉપસ્થિત પ્રજાજનોને ઉપયોગમાં આવતી સગવડ સંદર્ભેનાં મંતવ્યો જાણ્યા અને સંવાદ કર્યો.
ગતરોજ વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત કરીને મુસાફરોને મદદરૂપ તમામ સુવિધા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ ઉપસ્થિત પ્રજાજનોને ઉપયોગમાં આવતી સગવડ સંદર્ભેનાં મંતવ્યો જાણ્યા અને સંવાદ કર્યો.
Posted by Dhaval Patel on Saturday, July 13, 2024
Comments
Post a Comment