Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ...

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':

 રાજ્ય, કેન્દ્ર સરકારની યોજનાઓની ધરાતલ સફળતા માટે ગ્રામીણ પત્રકારો પાયાના પત્થર બની રહેશે :

ગિરિમથક સાપુતારા ખાતે યોજાયો PIB નો 'રૂરલ મીડિયા વર્કશોપ':


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૩૧: ગ્રામીણ પત્રકારત્વ માટે 'વાર્તાલાપ' યોજવાની સૌહાદર્તા અને સંવેદનશીલતા દાખવવવા બદલ PIB (પ્રેસ ઇન્ફોર્મશન બ્યુરો) નો હ્રદયપૂર્વક આભાર માનતા, વરીષ્ઠ પત્રકાર શ્રી પ્રસન્ન ભટ્ટે, ભારતનો આત્મા જ ગામડામાં વસે છે ત્યારે, શહેરોની વાતાનુકૂલિત કેબિનમાં બેસીને ફરજ બજાવતા મીડિયા સામે, ગ્રામીણ પત્રકારોનું દાયિત્વ લોકલ બોલી અને ભાષામાં અનેકગણું મહત્વ ધરાવે છે તેમ, જણાવ્યુ હતું. 

શ્રી પ્રસન્ન ભટ્ટે ગ્રામીણજનો અને ગ્રામ વિસ્તારોમાં કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓને લગતી યોજનાઓ, અને તેના પરિણામોની જ્વાબદારી ગ્રામીણ પત્રકારત્વ કરતા મિત્રોની છે, તેમ જણાવતા હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવા કાર્યોમાં, ગ્રામીણ પત્રકારત્વના યોગદાનની ભૂમિકા સ્પસ્ટ કરી હતી. 

સીમિત અને ટાંચા સાધનો વચ્ચે ગ્રામીણ પત્રકારત્વને અડીખમ રહેવાની અપીલ કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, કલમને વેચવાનો ધંધો ન બનાવવાને બદલે, પોતાના દાયિત્વ અને કર્મનો ધર્મ સુપેરે અદા કરવાની હ્રદયસ્પર્શી અપીલ કરી હતી. અમેરિકા અને ચીન જેવા વિકસિત દેશોમાં પણ રૂરલ જર્નાલીઝમની અપડાઉન સ્થિતિ, દેશના અર્થતંત્રને પણ અસર કરે છે તેમ તેમણે જણાવ્યુ હતું. 

માહિતી ખાતાની કાર્યપદ્ધતિને કારણે તેની મહત્તા ખૂબ વધી જાય છે, ત્યારે પત્રકાર જગત સાથે માસિયાઈ ભાઈનો નાતો ધરાવતા, એક અગત્યના વિભાગની કાર્યપ્રણાલી સમજી, પત્રકારત્વની વિશ્વસનિયતા વધારવાની પણ તેમણે આ વેળા હિમાયત કરી હતી. 

પોતાની 'લેખિની'ને અભડાવ્યા વિના, સમાજ પ્રત્યેનું દાયિત્વ અદા કરવાનું આહ્વાન કરતાં શ્રી પ્રસન્ન ભટ્ટે, આવો 'વાર્તાલાપ' વહીવટી તંત્ર અને મીડિયા જગત માટે, સીમાચિન્હરૂપ સાબિત થશે તેમ જણાવ્યુ હતું. પત્રકારોના કલ્યાણ માટે અમલી કલ્યાણ યોજનાઓને વધુ લોકભોગ્ય બનાવવાની હાંકલ કરતા શ્રી ભટ્ટે, ડાંગથી પ્રારંભાયેલો આ 'વાર્તાલાપ' દેશના ફલક સુધી વિસ્તરે તેવા સુભાશિષ પાઠવ્યા હતા.

ગ્રામ્ય પત્રકારોને માહિતી વિભાગ, દૂરદર્શન, અને સ્થાનિક મીડિયા, અરસપરસ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સહયોગી બને તે જરૂરી છે તેમ જણાવતા શ્રી ભટ્ટે, સારાનરસાનો ભેદ પારખી, સૌને તંદુરસ્ત સમાજ નિર્માણની શુભકામનાઓ પાઠવી હતી. 

મીડિયામાં ઊભરતા પ્રવાહો અને ટેકનોલોજી વિષયનો ખ્યાલ આપતા દૂરદર્શનના નાયબ નિયામક શ્રી ઉત્સવ પરમારે, રૂરલ મીડિયા વર્કશોપમાં ટુ વે કમ્યુનિકેશન થતું હોય છે તેમ જણાવતા, ડાંગની સંસ્કૃતિ અને ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે શહેરીજનો, જે પ્રશ્નોનો ઉત્તર શોધી રહ્યા છે તે ઉત્તર રૂરલ મીડિયા છે, તેમ જણાવી, ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલી અખૂટ શક્યતાઓને ઉજાગર કરવાની જ્વાબદારી, ગ્રામીણ પત્રકારત્વની છે તેમ કર્યું હતું. ગ્રામીણ સંસ્કૃતિમાં રહેલા જીવનના તત્વજ્ઞાનને શહેરીજનોના બહેરા કાન સુધી પહોચાડવાની જવાબદારી, ગ્રામ્ય મીડિયા સારી રીતે કરી શકે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. 

આદિવાસી વિસ્તારની સમસ્યાઓને ઉજાગર કરીને, સમાજ સેવાનું ઉમદાકાર્ય કરવાની ઉત્તમ તક, ગ્રામીણ  મીડિયા મિત્રો પાસે છે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. ગ્રામીણ પત્રકારત્વના માધ્યમથી તળ અને મૂળની વાતો, શહેરીજનોના કાન સુધી બખૂબી રીતે પહોંચાડવાની પણ તેમણે હિમાયત કરી હતી. 

બદલાયેલી ક્રાઈમ પેટર્ન, સાઇબર ફ્રોડ, અને ઓર્ગેનાઇટઝડ ક્રાઈમ જેવા કૃત્યોને નાથવા માટે, અને દંડની જગ્યાએ ન્યાયને મહત્વ મળી શકે તેવા ઉમદા આશયથી, જૂના કાયદાઓમાં કેન્દ્ર સરકારે સુધારો કરીને, નવા કાયદાઓનું અમલીકરણ થઈ રહ્યું છે, તેમ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ જણાવ્યુ હતું. 

ઊંડા અભ્યાસ અને સૂક્ષ્મ રિસર્ચ વર્ક સાથે આવેલા બદલાવને કારણે, ન્યાયની પ્રક્રિયાને ઝડપી અને વધુ ન્યાયસંગત બનાવી શકાશે તેમ પણ શ્રી જગાણિયાએ સાપુતારા ખાતે આયોજિત “વાર્તાલાપ” માં પોતાનું વક્તવ્ય રજૂ કરતાં જણાવ્યુ હતું.

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકના રાજ્ય પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના કાર્યક્રમમાં, વક્તા તરીકે પધારેલા પોલીસ અધિક્ષકશ્રીએ, ડાંગ પોલીસના સમાજ સુધારણાના નવા આયામ એવા પ્રોજેકટ દેવી, પ્રવાસી મિત્ર, અને પ્રોજેક્ટ સંવેદનાનો પણ ખ્યાલ આપ્યો હતો. મીડિયા, સોસાયટીમાં મીરરનું કામ કરી રહ્યું છે, તેમ જણાવતા શ્રી જગાણિયાએ, ડાંગના મીડિયાના હકારાત્મક વલણની પણ સરાહના કરી હતી.

ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પહોંચીને ગ્રામીણ પત્રકારત્વ સુધી 'સંવાદ' સાધવાનો સ્તુત્ય પ્રયાસ PIB નો છે, તેમ જણાવતા ADG શ્રી પ્રકાશ મગદુમે, ટુ વે કોમ્યુનિકેશનની કાર્યપ્રણાલી વર્ણવી હતી. 

સ્થાનિક સમસ્યાઓ, મુશ્કેલીઓ સાથે RNI ની કામગીરીને વધુ સરળ બનાવવાનું કાર્ય, માહિતી અને પ્રસારણ મંત્રાલયે કર્યું છે તેમ જણાવતા શ્રી મગદુમે, મીડિયા અને ટેકનોલોજીના સુભગ સમન્વય થકી 'લોકલ ઈઝ ગ્લોબલ'ની વડાપ્રધાનશ્રીની નિભાવવાને ચરિતાર્થ કરવાનું કાર્ય, ગ્રામીણ પત્રકારો કરી શકે છે તેમ જણાવ્યુ હતું. 

પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, અને સોશિયલ મીડિયાના વધતા વ્યાપને નજર સમક્ષ રાખી, તેને આત્મસાત કરવાની અપીલ કરતાં ADG શ્રી પ્રકાશ મગદુમે, પ્રધાનમંત્રીશ્રીની “મન કી બાત” જેવા કાર્યક્રમોએ સ્થાનિક ગ્રામીણ પત્રકારોની જવાબદારી વધારી છે તેમ કહ્યું હતું. તેમણે AI ટેકનોલોજી જેવા આધુનિક ટૂલ્સ ને અપનાવીને પત્રકારત્વને ધારદાર, અસરકારક બનાવવાની પણ અપીલ કરી હતી. ગ્રામ્ય પત્રકારો માટેની કલ્યાણકારી યોજનાઓ પણ તેમના સુધી પહોંચે તેવા પ્રયાસોની શ્રી મગદુમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 

PIB ના શ્રી ચીરાગ બોરાણિયાએ, આ વાર્તાલાપનો ઉદ્દેશ સ્પસ્ટ કરી, ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો સહિત RNI, સેન્ટ્રલ બ્યૂરો ઓફ કોમ્યુનિકેશન, DAVP,  ફિલ્ડ પબ્લિસિટી, અને સોંગ એન્ડ ડ્રામા ડિવિઝનની કાર્યપ્રણાલીનો ખ્યાલ આપ્યો હતો. પત્રકાર અને માહિતી પ્રસારણ વિભાગ પરસ્પર સેતુરૂપ ભૂમિકા અદા કરી, એક સિક્કાની બે બાજુ જેવી ભૂમિકા નિભાવે છે, તેમ પણ તેમણે કહ્યું હતું.

ગિરિમથક સાપુતારા સ્થિત હોટેલ તોરણ હિલના કોન્ફરન્સ હોલમાં આયોજિત PIB ના આ 'વાર્તાલાપ' કાર્યક્રમમાં સુરત પ્રાદેશિક કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછાર, PIB ના નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલ, આકાશવાણી અમદાવાદના નાયબ નિયામક શ્રી ભરત દેવમણી, ડાંગના સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર, સુરતના ફિલ્ડ પબ્લીસિટી ઓફિસર શ્રી ઇન્દ્રવદનસિંહ ઝાલા સહિત ડાંગના PIB અને દૂરદર્શન/આકાશવાણીના પ્રતિનિધિઓ, સંબંધિત અધિકારી, કર્મચારીઓ, અને ડાંગ જિલ્લાના અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં રહી પત્રકારત્વ કરતા મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા કાર્યક્રમ દરમિયાન આયોજકોએ પુષ્પગુચ્છ, શાલ અને સમૃતિભેટ અર્પણ કરી મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે PIB ઓફિસર શ્રી જયકિશન શર્માએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યાંતે નાયબ નિયામક સુશ્રી આરોહી પટેલે આભાર દર્શન કર્યું હતું. ઉદઘોષક તરીકે સુશ્રી યોગિતા પટેલે સેવા આપી હતી.


Comments

Popular posts from this blog

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

   Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપર...

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન

Khergam (Toranvera) : ખેરગામ તોરણવેરામા કુકણા સમાજની ચિંતન શિબિર પ્રસંગોમાં દારૂ પીરસનાર કુટુંબને ૨૫ હજાર દંડ કરાશે.: ગૂજરાત ગાર્ડિયન ખેરગામનાં તોરણવેરા ગામે આશ્રમ શાળામાં કુકણા સમાજ વિકાસ મંડળ આયોજિત ચિંતન સભા યોજાઈ હતી. જેમાં કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરાયું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણા સમાજ પાસે ખુબ સારી રૂઢીપરંપરા છે, પણ દેખાદેખી અને આંધળા અનુકરણને કારણે ખર્ચાળ રીતો અપનાવવાથી સમાજનો મોટોભાગ દેવામાં ડુબી જાય છે. આ બદીઓ બાબતે જાગ્યા ત્યારથી સવાર માની પગલા ભરવા જરૂરી છે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ દારુનું ચલન બહુ મોટી બદી છે. દેવ દેવીના પ્રસંગો પણ બાકાત નથી, આવા પ્રસંગોએ દારૂની સગવડ કરનાંર કુટુબને ૨૫ હજારનો દંડ કરવા ઠરાવવામાં આવ્યું હતું. લગ્ન વિધિ પણ આદિવાસી પરંપરા મુજબ થાય તે માટે પ્રોત્સાહિત રકમ આપવા પણ ચર્ચા કરવામાં આવી હતી. ડીજેનો ઉપયોગ મર્યાદિત કરવા સૂચનો થયા હતા.  કનસરી અને માવલી જેવા પ્રસંગોએ રાત્રી ભોજન નહીં પણ પ્રસંગ પત્યા પછી દિવસે જમણવાર રાખવાનું નક્કી કર્યું હતું. આ ચિંતન શિબિરમાં મુક્ત મને ચર્ચા વિચારણા કરી પંદર કરતા વધુ ઠરાવો...

Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો.

                                 Khergam news : માતા-પિતાનું છત્ર ગુમાવનાર ખેરગામનો યુવાન પરિશ્રમ કરી પીએસઆઇ બન્યો. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર આપણને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પણ પીવા પડે છે તેમજ ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં પરિશ્રમ જ આપણા માટે સફળતાની એક સીડી છે. મહેનતના ફળ મીઠા લાગે છે. મહેનત કર્યા વિના કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે, ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે કે ધંધામાં સારી પ્રગતિ કરવા માટે આપણે સખત પરિશ્રમ કરવો જ પડે. પરિશ્રમ એ જ પારસમણિ છે. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર...