Skip to main content

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું.

Khergam|ven faliya: ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશ વિસર્જન કરાયું. તારીખ 15-09-2024 નાં દિને ખેરગામના વેણ ફળિયા ખાતે બાળ મંડળ આયોજિત ગણેશજીનું ધામધૂમથી વિસર્જન કરાયું હતું. વેણ ફળિયા બાળવૃંદ દ્વારા તેમની કક્ષાએ માટીની ગણેશજીની પ્રતિમા બિરાજમાન કરવાનું આયોજન કર્યું હતું. પરંતુ આયોજન અંગે બાળકોના માનીતા ' કાકા ' ગણેશભાઈ પટેલને વાત કરવામાં આવી હતી. તેમણે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તૈયાર ગણપતિની મૂર્તિ ખરીદી કરવા તમામ બાળકોને ટેમ્પામાં બેસાડી ખરીદવા લઈ ગયા અને તેમની પસંદગીની મૂર્તિ કરી હતી.ત્યાર બાદ નવ દિવસ સુધી સુધી બાળ વૃંદ સાથે નાના મોટા સૌ કોઈ પૂજા અર્ચનામાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.સાથે સાથે બાળકોની ખુશીમાં સામેલ થઇ મહા પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવયુવાનો દ્વારા યથાશકિત મદદ કરી હતી. વિસર્જનમાં dj નું આયોજન કરી બાળકોના ઉત્સાહમાં ઓર વધારો કર્યો હતો. વિચારવા જેવી એ બાબત હતી કે, આ નવ દિવસ દરમ્યાન બાળકો મોબાઈલ ઉપયોગ કરવાનું ભૂલી ગયા હતા. તેઓ ફક્ત આ કાર્યક્રમ બાબતે ચર્ચા વિચારણા કરતાં જોવા મળ્યા હતા.તેમના જિદ્દી સ્વભાવમાં પણ હકારત્મક તફાવત જ

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

                                                   

Khergam (Pahad faliya school): ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક શાળામાં ધોરણ-૫નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

તારીખ : ૦૪-૦૫-૨૦૨૪નાં દિને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, નવસારી સંચાલિત ખેરગામ તાલુકાની પહાડ ફળિયા પ્રાથમિક ખેરગામ શાળામાં ધોરણ ૧ થી ૫નાં બાળકો અભ્યાસ કરે છે. જેમાં ધોરણ-૫ માં અભ્યાસ કરતાં બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાનાં બાળકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલ સહિત ઉપશિક્ષકશ્રી ધર્મેશભાઈ પટેલ, ઉપશિક્ષિકા નીલમબેન પટેલએ બાળકો સમક્ષ પ્રેરણાત્મક વાતો રજૂ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં. સાથે જ તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટેની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. ધોરણ -૫ નાં બાળકોએ શાળામાં આંબાની કલમ રોપી શાળા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. શાળા તરફથી ધોરણ- ૫નાં બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે ગામનાં શિક્ષકપુત્ર તરુણભાઈ રમેશભાઈ પટેલે શાળામાં પ્રોજેક્ટર સ્ટેન્ડ ભેટ આપ્યું હતું.

આ પ્રસંગે વિદાય લેતાં બાળકોએ વિદાયગીત  રજૂ કરી શાળા અને શિક્ષકો પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શાળાનાં આચાર્ય બબીતાબેન પટેલે વિદાય લેતાં બાળકોની સ્મૃતિ ભેટ સહર્ષ સ્વીકારી તેમને આશીર્વચનો પાઠવ્યા હતાં. 




Comments

Popular posts from this blog

Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ.

   Navsari|chhapra Primary school sports news : રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં છાપરા પ્રા. શાળાની વિદ્યાર્થિનીઓનો ઉજળો દેખાવ. સુરત જિલ્લાના અબ્રામા ગામની પી.પી. સવાણી સ્કૂલ ખાતે રાજ્યકક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો હતો. જેમાં છાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨.૦માં ટેકવાન્ડો ફાઈટમાં બે બ્રોન્ઝ મેડલ મેળવી સફળતા પ્રાપ્ત કરી હતી. છાપરા પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થિનીઓએ જિલ્લાકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને રાજ્યકક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કયું હતું. જે પૈકી  ધોરણ ૭ની વિદ્યાર્થિની શીતલ કુશવાહે  અંડર-૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા ) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને કરાટે માસ્ટર પિન્કીબેન હળપતિએ ઓપન એજ ગ્રૂપ (૬૩- ૬૮ કિ.ગ્રા.) કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ ૬ની વિદ્યાર્થિની દિવ્યાંશી ગુપ્તાએ અંડર- ૧૪ (૨૨-૨૪ કિ.ગ્રા.) કેટેગરીમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો હતો.  રાજ્યકક્ષાએ શાળા તથા નવસારી જિલ્લાનું નામ રોશન કરવા બદલ  જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણકુમાર અગ્રવાલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિશાલસિંહ રાઠોડ , છાપરા શાળા વ્યવસ્થાપન સમિતિ, છાપરા ગામ તથા છાપરા શાળા પરિવાર ત

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા.

    Navsari news : નવસારી જિલ્લાની વિવિધ માધ્યમિક શાળાઓમાં sveep હેઠળ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા. આગામી લો.સા.ચૂંટણી અંતર્ગત SVEEP હેઠળ મતદારોને જાગૃત કરવા માટે આજરોજ તારીખ  ૦૧-૦૪-૨ ૦૨૪નાં દિને નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદારોની જાગૃત્તિ માટે વિધાર્થીઓ દ્વારા વિવિધ અભિયાન હાથ ધરવામાં આવ્યા. શ્રીમતી ડી. એલ. કોન્ટ્રાકટર વિદ્યાલય બલવાડામાં સાયકલ રેલી દ્વારા મતદાર જાગૃતિ, શ્રેયસ હાઈસ્કૂલ, સાદકપોર ખાતે ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ, માતૃશ્રી એમ. યુ. પટેલ સાર્વજનિક માધ્યમિક શાળા પેઠાણ કોથમડી શાળામાં ચૂંટણીનો લોગોની આકૃતિ જેવા મતદાર જાગૃતિ  અંગેનાં કાર્યક્રમ  યોજાયા હતા.

Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો

 Khergam (achhavani) : આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા ભરમોર-હિમાચલ પ્રદેશ ખાતે યમયજ્ઞ યોજાયો પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણી દ્વારા ભરમોર-જિ. ચંબા, હિમાચલ પ્રદેશ ખાતે ધર્માચાર્ય પૂ. પરભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં ચોર્યાસી મંદિર પરિસરમાં અખાત્રીજના શુભ દિવસે ૧૦૮ કુંડી યમયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં સહભાગી થવા માટે અગાઉ કોસંબા ખાતે દેહશુદ્ધિ કરવામાં આવી હતી. તે ઉપરાંત યજ્ઞ સ્થળે પણ દેહશુદ્ધિ કરવામાં આવી હતી. ધર્મરાજ મંદિરના ભૂદેવો સુમનજી મહારાજ અને તેમના સહાયકોએ યજ્ઞની સંપૂર્ણ વિધિ સંપન્ન કરાવી હતી. જેમાં પ્રગટેશ્વર ધામ, આછવણીના ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પણ સહયોગ આપ્યો હતો. યજ્ઞની પૂર્વ સંધ્યાએ શિવ પરિવાર દ્વારા ચોર્યાસી મંદિર પરિસરમાં આવેલા વિવિધ મંદિરોમાં સ્થાપિત દેવતાઓને વાજત-ગાજતે શોભાયાત્રા કાઢી વાઘા અર્પણ કરાયા હતા. ધર્મરાજ મંદિરની સંધ્યા આરતીમાં યજ્ઞમાં ઉપસ્થિત સૌ શિવ પરિવારે ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞમાં ઉપસ્થિત શિવ પરિવારે બ્રહ્માણી માતાજીના દર્શન પણ કર્યા હતા. પ્રગટેશ્વર શિવ પરિવારે સુંદર ગરબો તેમજ દમણના પ્રથમ પટેલે શિવ મહિમા સ્ત્રોત્ર રજૂ કર્યો હતો. શ્રુષ્ટિ પ